Tuesday, 22 October 2013

ખુશ રહો

ખુશ રહો

ખુશ રહો બસ ખુશ રહો
દરેક હાલમાં  ખુશ રહો

સુખ મળે કે દુઃખ  મળે
તમે હમેંશા ખુશ રહો

મીઠા પકવાન ના મળ્યા
ડાળ ભાત ખાઓ, ખુશ રહો

સાથી બધા છોડી ગયા તો શું
એમને યાદ કરીને  ખુશ રહો

આંખો થી ઓછું  દેખાય છે?
અવાજ સાંભળી ખુશ રહો

કાલે શું થાવનું છે, શી ખબર?
એટલા માટેજ આજે ખુશ રહો

જિંદગી બહુ નાની છે દોસ્તોં
માટે હમેશા ખુશ-ખુશાલ  રહો

તુષાર  ખેર 

Tuesday, 23 April 2013

સમજી શકે તો સમજ .

અસત્ય થી ઘેરાયેલા સત્યને સમજી શકે તો સમજ . 
મારી કવિતા  ના   સત્વ ને  સમજી શકે તો સમજ .

દેશ માટે પોતાનું, અને સ્વાર્થ માટે દેશવાસીઓનું 
રક્ત વહેવડાવનાર બંને રાજનેતા કેમ કહેવાય છે?
આ વાત ને તું  સમજી શકે તો સમજ .

મિત્રો માટે કુરબાની આપે એજ ખરો મિત્ર 
પણ સ્પર્ધા માટે મિત્ર નો ગળો કાપનાર  મિત્ર
તું  સમજી શકે તો સમજ .

માન્યું કે દુઃખ  માં  આંખમાંથી વહે ગંગા જમના 
તો પછી સુખમાં પણ કેમ છલકાય છે આંખો 
તું  સમજી શકે તો સમજ .

એક બીજાના મિલન માટે આતુર હોય છે પ્રેમીઓ 
ત્યારે એકબીજાને કાયમ માટે ભૂલી જનારા પ્રેમીઓ 
તું  સમજી શકે તો સમજ .

પોતાની લાડલી દીકરીના સહુ કોડ  પુરા કરે છે  માઈ 
ત્યાં  પોતાની દીકરીની  કોખ માચ હત્યા કરનારી માઈ 
તું  સમજી શકે તો સમજ .

શાયરી

કહી  જાય કઈ દિવ્ય ભવ્ય, એવી શાયરી મારી નથી 
તે તો છે કવિઓ  નું કામ , એટલી લાયકી મારી નથી