અસત્ય થી ઘેરાયેલા સત્યને સમજી શકે તો સમજ .
મારી કવિતા ના સત્વ ને સમજી શકે તો સમજ .
દેશ માટે પોતાનું, અને સ્વાર્થ માટે દેશવાસીઓનું
રક્ત વહેવડાવનાર બંને રાજનેતા કેમ કહેવાય છે?
આ વાત ને તું સમજી શકે તો સમજ .
મિત્રો માટે કુરબાની આપે એજ ખરો મિત્ર
પણ સ્પર્ધા માટે મિત્ર નો ગળો કાપનાર મિત્ર
તું સમજી શકે તો સમજ .
માન્યું કે દુઃખ માં આંખમાંથી વહે ગંગા જમના
તો પછી સુખમાં પણ કેમ છલકાય છે આંખો
તું સમજી શકે તો સમજ .
એક બીજાના મિલન માટે આતુર હોય છે પ્રેમીઓ
ત્યારે એકબીજાને કાયમ માટે ભૂલી જનારા પ્રેમીઓ
તું સમજી શકે તો સમજ .
પોતાની લાડલી દીકરીના સહુ કોડ પુરા કરે છે માઈ
ત્યાં પોતાની દીકરીની કોખ માચ હત્યા કરનારી માઈ
તું સમજી શકે તો સમજ .
No comments:
Post a Comment